Wednesday 24 January 2018

ભારતના રાષ્ટ્રચિહ્નો



ભારતનો રાષ્ટ્રધ્વજ

  • ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા તા. ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.





  • ૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.
  • અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણે આ ધ્વજ હાથ વણાટની ખાદીનાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે.

રાષ્ટ્રપિતા:મહાત્મા ગાંધી

  • મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા, તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરિકેનું માન પામ્યા છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે.
  • અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઇ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઇ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન (અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજ્યનો કદી સુરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીના સત્યાગ્રહનો આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરિક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા.
  • મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાધીનો વ્યવસાય કરેલો નહીં, અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દિવાન પદે રહેલા. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનદાસનાં લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તુરબા સાથે થયાં હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા; સૌથી મોટો પુત્ર હરીલાલ (જન્મ સન ૧૮૮૮), ત્યાર બાદ મણીલાલ (જન્મ સન ૧૮૯૨), ત્યારબાદ રામદાસ (જન્મ સન ૧૮૯૭) અને સૌથી નાનો પુત્ર દેવદાસ (જન્મ સન ૧૯૦૦).
  • તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા. તેઓનો શરુઆતનો અભ્યાસ પોરબંદર અને પછી રાજકોટમાં થયો હતો. તમણે મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડમાંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે પ્રવેશ લીધો. જો કે ત્યાં તે ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેમના કુંટુંબીઓની ઇચ્છા તે બૅરીસ્ટર બને તેવી હતી. એવામાં જ તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકુમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભૂમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આમ તેમણે ઇંગ્લેન્ડ જવાની આ તક ઝડપી લીધી

 

રાજમુદ્રા:સિંહાકૃતિ

  • ભારતનું રાજ ચિન્હ કે સિંહાકૃતિ સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે.

  • જ્યાં ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ધર્મનો ઉપદેશ આપ્યો અને જ્યાં બુદ્ધ સંઘની સ્થાપના થઈ એ સ્થળે સમ્રાટ અશોકે એક સ્તંભ બંધાવ્યો. તેની ઉપર એક શિલ્પ બનાવડાવ્યું. તે શિલ્પમાં ચાર સિંહ એકબીજાની તરફ પીઠ કરી ઊભેલા છે. આ ચાર સિંહો એક વર્તુળાકાર ઓટલા પર ઊભા છે. તે વર્તુળાકાર ઓટલાની ઊભી બાજુ પર એક હાથી, દોડતો ઘોડો, એક આખલો અને એક સિંહની આકૃતિ કોતરાયેલ છે તે દરેકની વચ્ચે ધર્મચક્ર કે અશોક ચક્ર છે. આ ઓટલો એક ઉલ્ટા કરેલ કમળ આકાર પર ગોઠવાયેલ છે. આ સમગ્ર શિલ્પ એક અખંડ રેતીયા પથ્થરમાંથી કોતરાયેલ છે.
  • આ ચાર સિંહો (એક પાછળ હોવાથી નથી દેખાતો) એ શક્તિ, બહાદુરી, માન અને આત્મ વિશ્વાસનું પ્રતીક છે. - જે વર્તુળાકર ઓટલા પર સ્થિત છે. આ ઓટલાની ચારે તરફ નાના પ્રાણીઓ છે - જે ચાર દિશાના રખેવાળ છે: ઉત્તરમાં સિંહ, પૂર્વમાં હાથી, દક્ષિણમાં ઘોડો અને પશ્ચિમમાં આખલો. આ ઓટલો પૂર્ણ ખીલેલા ઉલ્ટા કમળ પર સ્થિત છે, જે જીવનનો ઉત્સ્ફૂર્ત ઝરો અને રચનાત્મકતાનું પ્રતીક છે. તેની નીચે 'સત્યમેવ જયતે' એ સૂત્ર દેવનાગરીમાં લખેલુ છે જેનો અર્થ છે 'સત્યનો જ વિજય થાય છે'.
  • રાજ ચિન્હ તરીકે વપરાયેલ આકૃતિમાં ઊલ્ટા કમળનો ભાગ નથી વપરાયો. સિંહોની નીચેના ઓટલાની કેંદ્રમાં ધર્મચક્ર દેખાય છે તેની જમણી તરફ બળદ અને ડાબી તરફ દોડતો અશ્વ દેખાય છે તેની કિનારીએ બે ધર્મ ચક્રની કિનાર દેખાય છે.
  • ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે આ ચિન્હને રાષ્ટ્રીય ચિન્હ તરીકે અપનાવાયું હતું જે ભારતનો ગણતંત્ર દિવસ હતો. 
  • આ ચિન્હ દરેક સરકારી કાગળ પર હોય છે અને ભારતની ચલણી નોટો ઉપર પણ હોય છે. ભારતીય ગણરાજ્યના રાજનૈતિક અને રાષ્ટ્રીય પાસપોર્ટ, ડ્રાયવીંગ લાયસંસ પર પણ તે દેખાય છે. આ ચિન્હના આધાર પર દેખાતું અશોક ચક્ર ભારતના રાષ્ટ્ર ધ્વજમાં સ્થાન પામ્યું છે.

રાષ્ટ્રીય પંચાંગ

ભારતીય રાષ્ટ્રીય પંચાંગ (શક કેલેન્ડર) એ ભારતનું અધિકૃત કેલેન્ડર છે. સરકારી કામકાજોમાં,ઓલ ઇન્ડિયા રેડિયોનાં સમાચાર પ્રસારણોમાં વિગેરેમાં ગ્રેગોરીયન પંચાંગની સાથે આ પંચાંગ વપરાય છે.
આ કેલેન્ડર શક સંવંત પર નિર્મિત છે. હાલમાં (ડિસેમ્બર ૨૦૦૮) ભારતીય રાષ્ટ્રીય પંચાંગ મુજબ શાકે ૧૯૩૦ નું વર્ષ ચાલે છે.


રાષ્ટ્રગાન:જન ગણ મન

જન ગણ મન (હિન્દી: जन गण मन,બંગાળી: জন গণ মন ) ભારતનુ રાષ્ટ્રગાન છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકોતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૪૭ ના દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.
અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે  

રાષ્ટ્રીય નદી:ગંગા નદી

ગંગા નદી ભારતની મહાનતમ નદીઓ માંની એક ગણાય છે. હિંદુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે. ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાંછે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે.
ગંગાની લંબાઇ ૨૫૧૦ કિ.મી. (૧૫૫૭ માઇલ) છે. યમુના અને ગંગા મળીને ઉતર ભારત અને બાંગ્લાદેશનાં ફળદ્રુપ અને સપાટ પ્રદેશો રચે છે અને દુનિયાની સૌથી વધુ વસ્તીને પોષણ પુરું પાડે છે. દુનિયાના ૧૨ માંથી ૧ માણસ (દુનિયાની વસ્તીના ૮.૫%) ગંગા અને યમુનાના પાણીથી સિંચાતા પ્રદેશમાં રહે છે. વસતીને લીધે પર્યાવરણ અને વનચર પ્રાણીઓનો નાશ એક ચિંતાનો વિષય બની ગયો છે.
ગંગામાં બે પ્રકારની ડોલ્ફીન માછલી મળી આવે છે - ગંગા ડોલ્ફીન અને ઇરાવાડી ડોલ્ફીન. ગંગામાં શાર્ક માછલી - ગ્લીફીસ ગંગેટિકસ - પણ મળી આવે છે - નદીના પાણીમાં શાર્ક ભાગ્યે જ મળી આવતી હોય છે.

રાષ્ટ્રીય પ્રાણી:વાઘ

વાઘ (પેન્થેરા ટાઇગ્રીસ ) ફેલિડે (બિલાડી, જંગલી બિલાડી વગેરે)ના પરિવારનો એક સભ્ય છે. જે પેન્થેરા ઉત્પત્તિમાં ચાર મોટી બિલાડીઓમાં સૌથી મોટામાં મોટો છે.[૪] પૂર્વ અને દક્ષિણ એશિયાના મોટા ભાગમાં પોતાનું મૂળ સ્થાન ધરાવતા આ વાધ અન્ય પ્રાણીઓનો શિકાર કરનાર અને પોતાને માંસ ખાવા માટે ફરજ પાડનાર હતો. મહત્તમ4 metres (13 feet) લંબાઇ ધરાવતા અને 300 કિલોગ્રામનું વજન (660 પાઉન્ડ) ધરાવતા વાધની પેટા જાતોના કદને સૌથી મોટા લુપ્ત થઇ ગયેલા ક્ષેત્રો સાથે સરખાવી શકાય છે. તેમની ભારે શક્તિ ઉપરાંત તેમને ઓળખી શકાય તેવું મહત્વનું લક્ષણ તેમના શરીર પરની ઘાટી કાળી ઊભી રેખાઓ છે, જેમાં સફેદથી લાલ રંગ-પીળા આછા રંગની ઉપર આવેલી છે. સૌથી મોટી વાઘની પેટા જાતસાઇબેરીયન વાઘ છે.


કોઇ પણ પરિસ્થિતિમાં રહેવા ટેવાયેલા આ વાઘની શ્રેણી સાઇબેરીયન તાઇગા,ખુલ્લી ઘાસ આચ્છાદિત જમીન થી લઇને ઉષ્ણકટીબંધીય વૃક્ષ વિસ્તારમાં જળબંબાકારમાં પણ રહી શકે છે. તેઓ અમુક પ્રદેશમાં રહે છે અને સામાન્ય રીતે એકલું રહેનાર પ્રાણી છે, જેને ઘણી વાર પોતાની ભૂખ સંતોષવા માટે આસપાસ વસતી હોય તેવા વિસ્તારોની જરૂર પડે છે. આ વાઘ પૃથ્વી પર વધુ વસતી ધરાવતા પ્રદેશોમાં મળી આવતા હોવાથી માનવી સાથેના નોંધપાત્ર ઘર્ષણમાં પરિણમ્યા છે. આધુનિક વાઘની નવ પેટા જાતમાંથી, ત્રણ લુપ્ત થઇ ગઇ છે અને બાકીની છ જાતોને અત્યંત ભયંકર માનવામાં આવે છે.તેના સીધા મુખ્ય કારણોમાં વસતીને કારણે નાશઅનેવિભાજિત , અને {2શિકાર{/2}નો સમાવેશ થાય છે. તેમની ઐતિહાસિક શ્રેણી જે એક સમયે દક્ષિણ અને પૂર્વ એશિયામાં થઇને મેસોપોટેમીયા અને કૌકાસુસ સુધી પ્રસરેલી તેમાં ધરમૂળથી ઘટાડો થયો છે. હાલમાં અસ્તિત્વ ધરાવનારી તમામ જાતો ઔપચારીક રક્ષણ, વસતીને કારણે નાશ અને ઉત્ક્રાંતિ દબાણ જેવા સતત જોખમો સાથે જીવી રહી છે.


  • કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાના ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે.
  • દુનિયામાં વિવિધ જાતિની કેરી થાય છે.

રાષ્ટ્રીય  ફૂલ :કમળ


કમળ (Nelumbo nucifera) એ એક પ્રકારની જલીય વનસ્પતિ છે.પ્રાચિન ઇજીપ્તમાં જુના રાજ્યનાં વખતથી (ઇ.પૂ.૨૬૮૬-૨૧૮૧) દિવાલો અને શ્થંભો પર કમળનાં ચિત્રો આલેખવામાં આવતાં.જે "પવિત્ર કમળ" કે "વાદળી કમળ" તરીકે ઓળખાય છે.
કમળ નું મુળ વતન વિયેતનામ થી અફઘાનિસ્તાન સુધી ગણાય છે. તે સૌંદર્ય પ્રસાધન અને ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. ઇ.સ.૧૭૮૭માં પ્રથમ વખત તેને પશ્ચિમ યુરોપમાં લઇ જવાયેલ,અત્યારે કમળની આ પ્રજાતિ આફ્રિકામાં બહુ ઓછી જોવા મળે છે,પરંતુ દક્ષિણ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં તેમનું વાવેતર કરવામાં આવે છે. કમળ ભારત તથા વિયેતનામનું "રાષ્ટ્રીય ફુલ" ગણાય છે.

રાષ્ટ્રીય ફળ :કેરી

કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાના ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે.
દુનિયામાં વિવિધ જાતિની કેરી થાય છે.

રાષ્ટ્રીય વૃક્ષ :વડ


  • વડ એક અંજીર વર્ગનું વૃક્ષ છે, જેનાં બીજ ખડકોની ફાટમાં, યજમાન વૃક્ષનાં થડ પર કે મકાનો અને પુલોની ફાટોમાં પણ વૃધ્ધિ પામે છે. વડનાં બીજ મોટાભાગેતો ફળ ખાનાર પક્ષીઓ દ્વારા ફેલાય છે.
  • આ વૃક્ષ ઘેઘુર, ઘટાદાર હોય છે જેને કારણે ગામનાં પાદર, ચોક, કુવાકાંઠે વિગેરે જગ્યાઓ પર ખાસ વવાય છે. મોટા વડની ડાળીઓ પરથી નવાં મુળ ફુટે છે જે "વડવાઇ" કહેવાય છે. આ વડવાઇઓ અમુક સમયમાં વધતી વધતી જમીનમાં રોપાઇ જાય છે. ક્યારેકતો આને કારણે આ વૃક્ષને અનેક થડ હોય તેવું લાગે છે અને મુળ થડ કયું તે ખબર પડતી નથી. ગુજરાતમાં કબીર વડ આવું એક વિશાળ વટવૃક્ષ છે જે અંદાજે ૩૦૦ વર્ષથી વધુ જુનું છે. વડનાં વૃક્ષ પર નાનાં નાનાં લાલ રંગનાં ફળ આવે છે જે પાકે ત્યારે કાળા રંગનાં થાય છે. આ ફળને "ટેટા" કહેવાય છે.
  • વડને ભારતનાં રાષ્ટ્રીય વૃક્ષ તરીકેનું બહુમાન આપવામાં આવેલ છે. જે તેની વિકટ પરીસ્થિતિઓમાં પણ ફાલવા-ફુલવાની ક્ષમતા,અને પોતે ધોમ ધખતા તાપને સહન કરીને પણ ઘટા નીચે આશરો લેનારને છાંયડો આપવાનો ગુણને ધ્યાને રાખી અપાયેલ છે.

























રાષ્ટિય રમત :હોકી

હોકી ભારતની રાષ્ટિય રમત છે. આ રમતમાં બે ટુકડીઓ સામસામે રમે છે.હોકી નામ વડે ઓળખાતી અંગ્રેજી જે (J) આકારની લાકડી વડે દડાને સામેની ટુકડીની જાળી(ગોલપોસ્ટ)માં દાખલ કરાવવાનો હોય છે.

મેદાની હોકીની રમત

















ભારતીય રૂપિયો

  • ભારતીય રૂપિયોએ ભારત નું રાષ્ટ્રીય ચલણ છે. જેનું નિયમન ભારતીય રિર્ઝવ બેંક કરે છે. આધુનીક રૂપીયાને ૧૦૦ પૈસામાં વિભાજીત કરવામાં આવ્યો છે. ચલણની દ્રષ્ટીએ જોઇએ તો ૧, ૨, ૫, ૧૦ રૂપિયાનાં સિક્કાઓ છે. અને ૫,૧૦,૨૦,૫૦,૧૦૦,૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાનીં નોટો ચલણમાં ચાલે છે. રૂપિયાનું નવું ચિહ્ન દેવનાગરી લિપી "" અને લેટીન "R" નું સંયોજન કરીને બનાવવામાં આવ્યું છે જે હવે આંતર રાષ્ટ્રીય બજારોમાં ભારતીય ચલણનું પ્રતિનીધીત્વ કરે છે.

રાષ્ટ્રીય સ્મારક:ઈંડિયા ગેટ

India Gate, STEP JSSATE
Flag of India.svg India
IndiaGate.jpg
ઈંડિયા ગેટ
For ભારતીય સિપાહીઓ જેઓ
પ્રથમ વિશ્વ યુદ્ધ અને અફઘાન યુદ્ધોમાં શહીદ થયેલા
Established૧૯૨૧
Unveiled૧૯૩૧
Location૨૮° 36 ૪૬.૩૧° N near દીલ્હીભારત
Designed byએડવીન લ્યુટાઈ
  • ઈંડિયા ગેટ (Hindi: इंडिया गेट) ભારતનું એક રાષ્ટ્રીય સ્મારક છે. તે ભારતના સૌથી મોટા યુદ્ધ સ્મારકોમાંનું એક છે. નવી દીલ્હી હૃદય સ્થાને આવેલ આ સ્મારકની પ્રતિકૃતિ સર એડવીન લ્યુટાઈંસ દ્વારા પરિકલ્પીત હતી . શરૂઆતમાં તેને અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે ઓળખાતું આ સ્થળ દીલ્હીનું પ્રમુખ સ્થળ છે અને તે સમયની બ્રિટિશ ભારતીય સેનાના ૯૦,૦૦૦ સૈનિકિના નામ પોતાના પર સમાવે છે જેમણે ભારતભૂમિ માટે લડતા ખરેખર તો ભારતમાંની બ્રિટિશ સત્તા પ્રથમ વિશ્વ યુદ્ધમાં અને અફઘાન યુદ્ધોમાટે લડતાં લડતાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં.
  • શરુઆતમાં કિંગ જ્યોર્જ - ૫ ની પ્રતિમા આ ગેટની સામેની અત્યારની ખાલી ચંદરવામાં બીરાજમાન હતીૢ જેને અત્યારે અન્ય મૂર્તિઓ સાથે કોરોનેશન પાર્કમાં મુકવામાં આવી છે. ભારતની સ્વતંત્રતા પછીૢ આ સ્થળ ભારતીય સેનાના અજ્ઞાત સિપાહીનો મકબરો જેને અમર જવાન જ્યોતતરીકે પણ ઓળખાય છે તેણે લીધું છે.