કચ્છ જિલ્લો
કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે.
૪૫,૬પ૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે. એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડીર પ્રદેશમાં આવેલ છે. અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે
ભૂગોળ
કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠિયાવાડથી જુદું પાડે છે. કચ્છના ઉત્તર તથા પૂર્વ ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે. જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર ૪પ,૬પર ચો.કી.મી. છે. જે પૈકી ૩,૮પપ ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો ર૩.ર૮ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લામાં કુલ ૧૦ તાલુકા, ૧૦ શહેરો અને ૯૫૦ ગામડા છે
વહીવટી તાલુકાઓ
કચ્છમાં આવેલા તાલુકાઓની યાદી નીચે મુજબ છે:
અબડાસા
નખત્રાણા
ભચાઉ
અંજાર
ગાંધીધામ
માંડવી
મુન્દ્રા
રાપર
લખપત
ભુજ
વિધાનસભા બેઠકો
ગુજરાત વિધાનસભાની અબડાસા, માંડવી, ભુજ, ગાંધીધામ, અંજાર અને રાપર એમ છ બેઠકો કચ્છ જિલ્લામાં આવેલી છે.
ભાષા
કચ્છ જિલ્લો, ગુજરાત રાજ્ય
કચ્છમાં કચ્છી તથા ગુજરાતી ભાષાઓ બોલાય છે. આ ઉપરાંત સિંધી, હિન્દી, અંગ્રેજી, મરાઠી વગેરે ભાષાના લોકોની પણ મોટી વસ્તી કચ્છમાં વસવાટ કરે છે.
ઇતિહાસ
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: કચ્છનો ઇતિહાસ
કચ્છ રાજ્યનું પ્રતિક ઈ. સ. ૧૮૯૩
મળી આવેલા અવષેશોને આધારે કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ઇ.સ. ૧૨૭૦માં સ્થપાયેલ કચ્છ એક સ્વત્રંત્ર પ્રદેશ હતો. ઇ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને રજવાડા તરીકે કચ્છના મહારાવશ્રીએ બ્રિટિશ સત્તા સ્વીકારી. ઇ.સ. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, કચ્છ ભારતના તત્કાલીન 'મહાગુજરાત' રાજ્યનો એક જિલ્લો બન્યું. ૧૯૫૦માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું.
૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી, સિંધ અને કરાચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું. સ્વતંત્ર ભારત સરકારે કંડલામાં અધ્યતન બંદરનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા બંદર પશ્ચિમ ભારતનું જ એક મહત્વનું બંદર નથી પરંતુ, વિશ્વનું પણ પ્રથમ હરોળનું બંદર છે. ભૌગોલિક સ્થિતિની નજરે હાલ તે એશિયાનાં શ્રેષ્ઠ બંદરોમાં સ્થાન ધરાવે છે.
ઇતિહાસમાં ૧૬ જૂન ૧૮૧૯ના દિવસે કચ્છમાં ધરતીકંપ નોંધાયો છે જેનાથી અલ્લાહ બંધનું ર્સજન થતાં , સિંધુ નદીના પાણી કચ્છના લખપત વિસ્તારમાં આવતા બંધ થયા હતાં અને કચ્છને ત્યારથી પાણીની અછતનો સામનો કરવાની શરૂઆત કરવી પડી હતી. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં ૬.૯ મેગ્નીટ્યુડના આવેલ પ્રચંડ ધરતીકંપનું કેન્દ્ર કચ્છના ભુજ અને ભચાઉ વચ્ચેના લોડાઇ-ધ્રંગ વિસ્તારમાં આવેલું હતું. કચ્છનાં ૧૮૫ વર્ષના નોંધાયેલા ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસમાં આ સૌથી તીવ્ર ધરતીકંપ હતો જેમાં ૧૮,૦૦૦ ઉપરાંતના લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો ઘર નાશ પામ્યા હતાં અને અબજો રૂપિયાની જાનમાલની નુકસાની થયેલ હતી.
કચ્છના અભયારણ્યો અને આરક્ષિત જીવાવરણો
કચ્છના જિલ્લા મથક ભુજથી ઘણાં સમૃધ્ધ એવા જીવાવરણો અને અભયારણ્યો તરફ જઈ શકાય છે. જેમ કે ઘુડખર અભયારણ્ય, કચ્છ રણ અભયારણ્ય, કચ્છ ઘોરાડ અભયારણ્ય, નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, બન્ની ઘાસભૂમિ આરક્ષિત ક્ષેત્ર અને છારીઢંઢ કળણ સંવર્ધન આરક્ષિત ક્ષેત્ર
ઉદ્યોગો
- કચ્છ જિલ્લો વિવિધ પ્રકારની કુદરતી સંપતિ - ખનીજો ધરાવે છે. જેમાં લિગ્નાઇટ, બોકસાઇટ, ચુનો, બેન્ટોનાઇટ, જીપ્સમ જેવી ખનીજ સંપતિ, દરીયાઇ સંપતિ, પશુપાલન સંપતિ, ખેતીવાડી સંપતિ, ઇત્યાદીની સમાવેશ થાય છે. જિલ્લામાં ખનીજ સંપતિ વિપુલ જથ્થામાં ઉપલબ્ધ છે. જે ઔધોગિક દ્રષ્ટિએ જિલ્લાનું મુખ્ય જમા પાસુ છે. નવી ઔદ્યોગિક નીતિમાં મધ્યમ અને મોટા કદના એકમો અન્ય નવા પ્રતિષ્ઠીત અને પ્રથમ સ્થપાતા ઉદ્યોગો તથા ઇલેકટ્રોનિકસ ઉદ્યોગો અંગેની નવી યોજનાઓ તથા અન્ય સવલનો અને લાભો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
- કચ્છમાં મુખ્યત્વે મીઠા ઉદ્યોગ સૌથી મોટો છે. રાજ્યનું ૭૦% મીઠું કચ્છમાં પાકે છે અને તેની નિકાસ કરવામાં આવે છે. ગાંધીધામ, કંડલા વગેરે શહેરોમાં શિપિંગ ઉદ્યોગ વિકસ્યો છે. ગાંધીધામમાં ઉદ્યોગો માટે ફ્રીટ્રેડ ઝોન આવેલ છે, જે કંડલા ફ્રીટ્રેડ ઝોન તરીકે પણ ઓળખાતું રહેલ છે અને નવી નીતિ અનુસાર હવે તેને કંડલા સ્પેશીયલ ઇકોનોમી ઝોન તરીકે પીછાનવામાં આવે છે. બંદરોના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ વિકસ્યો છે. ઉપરાંત કચ્છમાં પાનધ્રો, માતાના મઢ, ઉંમરસર ખાતે લિગ્નાઇટ વગેરે ખાણો આવેલી હોવાથી પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પોષણ મળે છે. બન્ની વિસ્તારમાં પશુપાલન ઉદ્યોગ મુખ્ય છે. બન્ની નસલની ભેંસને સરકાર દ્વારા માન્યતા મળી છે. ઉપરાંત ખેતી, પ્રવાસન વગેરે ઉદ્યોગો પણ કચ્છમાં વિકસ્યા છે.
મીઠાનું ઉત્પાદન
- કચ્છના રણમાં મીઠું પકવતા મજૂર જિલ્લાની ભૌતિક સંપતિમાં પશુધન, વનસંપતિને મત્સ્યઉઘોગ ખનીજ સંપતિ ઉપરાંત દરીયાઇ સંપતિ પણ મુખ્ય છે. જિલ્લાની અગત્યની દરીયાઇ સંપતિ મીઠું છે. મીઠાનું ઉત્પાદન એ કચ્છનો મુખ્ય ઉઘોગ છે. ગુજારત રાજયમાં ઉત્પાદન થતા કુલ મીઠાના ઉત્પાદનમાંથી ૬૦ ટકા જેટલુ ઉત્પાદન માત્ર કચ્છમાં જ થાય છે. જિલ્લાનું અંદાજીત ર્વાર્ષિક ઉત્પાદન રપ લાખ ટન છે. જિલ્લામાં મીઠા ઉઘોગનો વિકાસ અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ અને રાપર તાલુકામાં સારા એવાપ્રમાણમાં થયો છે. જિલ્લામાં ૧પ૯ જેટલા લાયસન્સ મેળવેલ મીઠાના કારખાના આવેલ છે.
બંદરો
- ગુજરાત રાજયને ૧૬૦૦ કી.મી. નો દરીયા કીનારો પ્રાપ્ત છે. જે પૈકી ૩૬૦ કી.મી.નો દરીયા કિનારો કચ્છ જિલ્લાને કુદરતી રીતે પ્રાપ્ત થયેલ છે.
- જિલ્લાના નાના મોટા કુલ્લ - પ બંદરો આવેલા છે. જે અનુક્રમે માંડવી, મુન્દ્રરા, જખૌ, તુણા અને કંડલા છે. તેમાં જિલ્લામાં આવેલુ કંડલા ગુજરાત રાજયનું એક માત્ર સૌથી મોટુ આંતરરાષ્ટ્રીય બંદર છે. આ પ્રદેશ સાથે મીટર ગેજ, બ્રોડગેજ રેલ્વે લાઇનથી તથા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર - ૮-એ સહિત બારમાસી રસ્તાઓની સારી રીતે સાંકળાવવામાં આવેલ છે. માંડવીમાં જહાજવાડો આવેલ છે. જેથી લાકડાના નવા જહાજો ખરીદી તેમજ સમારકામ થાય છે તેમજ નવી જેટી બાંધવાનું કામ શરુ થયુ છે. આવનારા સમયમાં કચ્છ ખાતે ખાતે શીપ બ્રેકીંગ યાર્ડ, શીપ મેન્ટનન્સ યાર્ડ બનાવવાની મહત્વકાંક્ષી યોજના આગળ વધી રહી છે.
જોવાલાયક સ્થળો
2 comments
કછ જિલ્લા વિષે જાણો પેજ ઉપર જોવાલાયક સ્થળો માં કચ્છમાં ભદ્રેશ્વરની સામે ભામાશાનું જન્મ સ્થાન લખેલું છે તે ભુલ હોય તેવું જણાય છે ભામાશાને બદલે શેઠ શ્રી જગડુશા હોવું જોઈએ.
કછ જિલ્લા વિષે જાણો પેજ ઉપર જોવાલાયક સ્થળો માં કચ્છમાં ભદ્રેસર(ભદ્રેશ્વર)ની સામે ભામાશાનું જન્મ સ્થાન લખેલું છે તે ભુલ હોય તેવું જણાય છે ભામાશાને બદલે શેઠ શ્રી જગડુશા હોવું જોઈએ.