Sunday 21 January 2018

ગાંધીનગર જિલ્લા વિશે જાણો...........

ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે.

ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી. ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઈ હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.


અનુક્રમણિકા

    ૧ ગાંધીનગર શહેર
    ૨ જોવાલાયક સ્થળો
    ૩ સંદર્ભ
    ૪ બાહ્ય કડીઓ

ગાંધીનગર શહેર

ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. ઊભા અને આડા રસ્તાઓ દર એક કિલોમિટરનાં અંતરે એકબીજાને છેદે છે. રોડ કેટલાક ભાગમાં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર-દક્ષિણ છે. ગાંધીનગર શહેરની રચનામાં સિંધુ સંસ્કૃતિની એક અનોખી ઝલક જાવા મળે છે. સુ-વ્યવસ્થિત નગર નિયોજન જોવા મળે છે.
જોવાલાયક સ્થળો
ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર
ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર

ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ (ઇન્ફોસિટીની સામે) છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિકૃતિ) પણ જોવા લાયક છે.


    અક્ષરધામ (ગાંધીનગર)
    સેક્ટર ૨૮ નો બગીચો (ગાંધીનગર)
    ગુજરાત વિધાનસભા
    ઇન્ફોસિટી (ગાંધીનગર)
    મહાત્મા મંદિર (ગાંધીનગર)
    સ્વર્ણિમ પાર્ક ( ગાંધીનગર)
    સરિતા ઉદ્યાન (ગાંધીનગર)
    હરણ ઉદ્યાન (ગાંધીનગર)
    સચિવાલય (ગુજરાત)
    સ્વપ્ન સૃષ્ટિ જળ ઉદ્યાન (વોટર પાર્ક)
    અમરનાથ મંદિર
    સાબરમતી નદીના કિનારે ચીમનભાઇ પટેલ ની સમાધિ 'ર્નમદા ઘાટ' આવેલ છે.