Saturday, 30 December 2017

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક


સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (IATA: AMD, ICAO: VAAH) ભારતનાગુજરાત રાજ્યના બે મુખ્ય શહેરો - અમદાવાદ અને રાજધાની ગાંધીનગરને સેવા આપે છે. આ હવાઈમથક અમદાવાદ રેલ્વે સ્ટેશનથી લગભગ ૮ કિમી (૫.૦ માઇલ) દૂર આવેલું છે. તેનુ નામ ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવ્યુ છે. હવાઈમથક ૧,૧૨૪ એકર (૪.૫૫ કિ.મી) ક્ષેત્રમાં ફેલાયેલુ છે અને તેની ઉડાન પટ્ટી 3,599 metres (11,808 ft) લાંબી છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ૪૮ લાખ પ્રવાસીઓએ આ હવાઈ મથકની સેવા લીધેલી અને આમ પ્રવાસીઓની સંખ્યાની દૃષ્ટિએ આ ભારતનું આઠમું સૌથી વ્યસ્ત હવાઈ મથક ગણાયું છે. અહીંથી રોજના સરેરાશ ૨૫૦ વિમાનો ઉડાન ભરે છે