Saturday 30 December 2017

ભાજપમાં અસંતોષનો પલિતોઃ ખાતાંઓની વહેંચણીમાં ખેંચતાણ

ભાજપમાં અસંતોષનો પલિતોઃ ખાતાંઓની વહેંચણીમાં ખેંચતાણ

  
નવી સરકારની રચના થયાના કલાકોમાં જ પક્ષમાં અસંતોષનો પલિતો ચંપાયો છે. કલાકોની ચર્ચાવિચારણાના અંતે ગુરુવારે રાત્રે રૂપાણી સરકારના પ્રધાનોને ખાતાઓ તો ફાળવાયા હતા, પણ કેટલાક પ્રધાનોમાં ખાતાની ફાળવણી સામે નારાજગી પ્રવર્તે છે તો કેટલાક નેતાઓએ સરકારમાં પ્રતિનિધિત્વ મુદ્દે પોતાના વિસ્તારને અન્યાય થયાની લાગણી વ્યક્ત કરી છે. વિભાગોની ફાળવણીમાં સૌથી સિનિયર નીતિન પટેલને અન્યાય થયો છે. નાયબ મુખ્ય પ્રધાનપદ હોવા છતાંય તેમની પાસે રહેલા નાણાં અને શહેરીવિકાસ જેવા મહત્ત્વના વિભાગો છીનવી લેવાયા છે. જેમાંથી નાણાં સૌરભ પટેલને સોંપાયું છે તો શહેરીવિકાસ વિભાગ ખુદ મુખ્ય પ્રધાને પોતાની પાસે રાખ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને આરોગ્ય અને માર્ગમકાન વિભાગ સોંપી દેવાયા છે. જ્યારે સિનિયર કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પાસે રહેલો મહેસૂલ વિભાગ કૌશિક પટેલને આપી દેવાયો છે.