Tuesday, 23 January 2018

અમરેલી જિલ્લો. વિશે જાણો......;

અમરેલી જિલ્લો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખા ભારત દેશમાં મશહુર છે અને આ જિલ્‍લામાં પીપાવાવ બંદર આવેલું છે. રાજુલામાં ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે.

ઇતિહાસ
  • રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો વડોદરા રાજ્યનો ભાગ હતો. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. આશરે ૧૭૩૦ માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્‍જો હતો. દામાજીરાવે એ તમામ પર ખંડણી નાખી. આમ મરાઠા સરદાર દામાજીરાવ ગાયકવાડે ઈ.સ.૧૭૪ર-૪૩ માં આરેલી અને લાઠી ખાતે લશ્કરી થાણા સ્થાપ્યાં. ૧૮ર૦ સુધી ગાયવાડના સ્રબા વિઠલરાવ દેવાજીનું કાઠીયાવાડ પર નિયંત્રણ રહયુ, જેઓ ગાયકવાડે મેળવેલા મુલકના પાટનગર અમરેલી ખાતે રહેતા હતા. ક્રમમાં આવતા તે પછીના સંપાદન કરેલ, અગાઉ છાભરિયા તરીકે ઓળખતા દામનગર અને છ ગામો હતા, જે લાઠીના લાખાજીએ પોતાની પુત્રીના દામાજીરાવ ગાયકવાડ સાથેના લગ્નપ્રસંગે દહેજમાં આપ્યા હતા. બાબરાના કાઠીઓ અને બીદૃઓએ લઈ લીધેલા કેટલાક ગામો પાછા મેળવીને વિઠલરાવ દેવાજીએ આમા વધારો કર્યો. આ સંપાદનથી ર૬ ગામોનો દામનગર મહાલ બન્યો. પાછળની આ મહાલ લાઠી તાલુકામાં ભેળવવામાં આવ્યો.
  • જિલ્લાની પુનઃરચનાની યોજના હેઠળ આ જિલ્લાને તબદીલ કરવામાં આવેલ હતો. છેલ્લા સૈકા દરમિયાન ધારીનો કિલ્લો, સરસીયાના થેબાની કાઠીના કબ્જામાં હતો. જે તેમણે રાણીંગવાલા નામના પ્રખ્યાત બહારવટીયાને મફત સોંપી દીધો. રાણીંગવાલા બહારવટા માટે બહાર ગયો હતો ત્યારે ગાયકવાડે ધારી તાલુકો પોતાના પ્રદેશમાં ભેળવી દીધો. ગાયકવાડે સૌ પ્રથમ કોડિનારમાં કયારે પ્રવેશ કર્યો તે ચોકકસ નથી, પરંતુ તેનું એક થાણું મૂળ દ્વારકામાં હતું, જેના નિભાવ માટે જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી રકમ સૂપ્રત કરી દીધી હતી.

અમરેલી જિલ્લામાં આવેલા તાલુકાઓ

આ જિલ્‍લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે.

જોવાલાયક સ્થળો

અમરેલી

  • અમરેલીનો ટાવર
  • રાજમહેલ,અમરેલી
  • ગિરધરભાઇ સંગ્રહાલય, અમરેલી
  • રેલ્‍વે સ્‍ટેશન, અમરેલી
  • સરકારી જિલ્‍લા પુસ્‍તકાલય, અમરેલી
  • નાગનાથ મંદિર, અમરેલી
  • જુમ્‍મા મસ્‍િજદ
  • જીવન મુક્તેશ્વર મંદિર
  • કામનાથ મહાદેવ મંદિર
  • કૈલાસ મુક્ત‍િધામ
  • દ્વારકાધીશ હવેલી
  • ભોજલરામ ધામ, ફતેપુર
  • સ્‍વામિનારાયણ મંદિર નાના માચિયાળા
  • કવિ ઇશ્વરદાન સમૃતિ મંદિર ઇશ્વરીયા
  • કત્રી ગુરુદત્ત મંદિર
  • મહાત્‍મા મુળદાસ બાપુની જગ્‍યા
  • કામનાથ ડેમ
  • સ્‍વામિનારાયણ ગુરુકુળ, તરવડા
  • સિદ્ધ‍િ વિનાયક મંદિર
  • બાલભવન જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી
  • બાલભવન કોમ્પ્યુટર સેન્ટર, અમરેલી

લાઠી

  • ચાવંડ દરવાજો
  • શાહગૌરા વાવ
  • કલાપી તીર્થ
  • ભુરખીયા હનુમાન મંદિર

લીલીયા

  • ઉમિયામાતા મંદિર, લીલીયા મોટા
  • અંટાળીયા મહાદેવ

બાબરા

  • પાંડવકુંડ
  • રાંદલમાતા મંદિર, દડવા

ધારી

  • ખોડિયાર મંદિર, ધારી
  • શ્યામ સુંદર મંદિર, સરસીયા
  • ખોડિયાર ડેમ, ધારી
  • દાનગીગેવ મંદિર, ચલાલા

ખાંભા

  • વનવહિર - મિતિયાળા ફોરેસ્‍ટ બંગલો
  • મહાદેવ મંદિર, અંટાળીયા
  • હનુમાનગાળા, ખાંભા

કુંકાવાવ

  • કૃષ્‍ણવલ્‍લભાચાર્ય સ્‍મૃતિ મંદિર, કુંકાવાવ
  • સ્‍વામીનારાયણ મંદિર, વડીયા
  • સંત વેલનાથ સમાધિ અને હુકશાપીર દરગાહ, ખડખડ

રાજુલા

  • બલાડમાતા મંદિર - રજ્જુ ભેરાઇ
  • વિકટર ગામે ઇજનેરનું સ્‍મૃતિસ્‍થાન, રાજુલા
  • રાજુલાનો ટાવર
  • ચાંચ બંગલો, રાજુલા
  • રાજુલાનો સમુહકાંઠો
  • પીપાવાવ પોર્ટ, રાજુલા
  • અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ ફેકટરી, રાજુલા
  • પીપાભગનું મંદિર, પીપાવાવ
  • ચાંચ બંદર, રાજુલા
  • રામદાસ બાપુની જગ્યા, રામપરા

જાફરાબાદ

  • શિયાળબેટ
  • વારાહસ્‍વરૂપ મંદિર
  • જાફરાબાદ પૌરાણિક કિલ્‍લો
  • લુણસાપુરિયા દાદાની મૂર્ત‍િ

સાવરકુંડલા

  • વારાહી માતા મંદિર, હઠીલા