બનાસકાંઠા એ ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો અંબાજી (યાત્રાધામ), ડીસા (બટાકા માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરાઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે. બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે.
ભૂગોળ
મુખ્ય નદીઓ
- બનાસ
- સીપુ
- સરસ્વતી
- અર્જૂની
- ઉમરદાશી
- લુણી (રણમાં)
- લડબી
પર્વતો
- અરવલ્લી
- જેસોરની ટેકરીઓ
વન્યજીવન
- બનાસકાંઠામાં બે અભયારણ્યો બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય અને જેસોર રીંછ અભયારણ્ય આવેલા છે.
તાલુકાઓ
બનાસકાંઠા જિલ્લો ૧૪ તાલુકાઓમાં વિભાજીત કરવામાં આવ્યો છે.- અમીરગઢ
- કાંકરેજ
- ડીસા
- થરાદ
- દાંતા
- દાંતીવાડા
- દિયોદર
- ધાનેરા
- પાલનપુર
- ભાભર
- વડગામ
- વાવ
- લાખણી
- સુઈગામ
જોવાલાયક સ્થળો
- અંબાજી - યાત્રાધામ.
- બાલારામ - બાલારામ નદીના કિનારે આવેલું રમણીય સૌંદર્યધામ.અહીં બાલારામ પેલેસ આવેલો છે, જે નવાબના મહેલમાંથી હોટેલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. બાલારામની નજીક બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય આવેલું છે.
- વિશ્વેશ્વર - મહાદેવ મંદિર અને પર્યટન સ્થળ.
- નડાબેટ- નડેશ્વરી માતાનું મંદિર.