Tuesday 23 January 2018

ભાવનગર જિલ્લો વિશે જાણો...

ભાવનગર જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલ છે. જિલ્લાનું મુખ્યમથક ભાવનગર શહેર છે. ભાવનગર જિલ્લાનો વિસ્તાર ૨૧.૫ થી ૨૨.૧૦ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૦૩ થી ૭૨.૦૩ પૂર્વ રેખાંશ ની વચ્ચે ૯૯૪૦.૫ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો છે

ઇતિહાસ

બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું,જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા.
ઓગસ્ટ ૨૦૧૩માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા હતા

તાલુકાઓ

ભાવનગર જિલ્લામાં ૧૦ તાલુકાઓ આવેલા છે.
  • ઉમરાળા
  • ગારીયાધાર
  • ઘોઘા
  • જેસર
  • તળાજા
  • પાલીતાણા
  • ભાવનગર
  • મહુવા
  • વલ્લભીપુર
  • સિહોર

જોવાલાયક સ્થળો

  • ધાર્મિક સ્થળો:
    • પાલીતાણા - શેત્રુંજીનાં જૈન દેરાસરો
    • શ્રી નિષ્કલંક મહાદેવ
    • શ્રી ખોડિયાર મંદિર, રાજપરા
  • પર્યટન સ્થળો:
    • અલંગ - જહાજ તોડવાનું કારખાનુ
    • મહુવા - સૌરાષ્ટ્રનું કાશ્મીર
    • વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
    • ગોપનાથ
    • હાથબ
  • લોકમેળાઓ:
    • ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા
    • રૂવાપરીનો મેળો
    • શીતળાદેરીનો મેળો
    • શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો
    • માળનાથ મહાદેવનો મેળો
    • ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોર

પરિવહન

ભાવનગર શહેરમાં હવાઇમથક આવેલું છે, જ્યારે ભાવનગર જુના બંદર, ભાવનગર નવા બંદર, ઘોઘા અને સરતાનપર ભાવનગર જિલ્લામાં આવેલા બંદર છે. જેમાં હાલમાં ભાવનગર જુના બંદર પર માલવહનનું કાર્ય બંધ છે